

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના અલમાવાડી પીએમ શ્રી પ્રાથમિક શાળામાં SMC પુનઃરચના માટે વાલી મિટિંગ યોજાઈ
શાળા વિકાસ અને આગામી કાર્યક્રમોના આયોજન અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના અલમાવાડી ગામ ખાતે આવેલી પીએમ શ્રી પ્રાથમિક શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ની પુનઃરચના માટે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મિટિંગ દરમિયાન SMCની પુનઃરચના કરવામાં આવી હતી તેમજ શાળામાં ખૂટતી માળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા માટે મહત્વપૂર્ણ ઠરાવ બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો.
બેઠકમાં ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શૈક્ષણિક પ્રવાસ-પર્યટન, ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, રમતોત્સવ દિવસની ઉજવણી, બાળમેળા તેમજ વિવિધ પર્વોની ઉજવણીને સફળ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત શાળાના વિકાસમાં સહયોગી બની શકે તેવા રિસોર્સ પર્સનની ઓળખ કરવામાં આવી હતી. ચાર્લેશ કુમાર રજવાડીના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકમાં શાળાના તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક શૈલેષભાઈ રાઉત દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : બારીયા ભાઈલાલભાઈ
નર્મદા