અમદાવાદ જિલ્લાના બાવળા ચાર રસ્તા ખાતે નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
અમદાવાદ જિલ્લાના બાવળા ચાર રસ્તા ખાતે નીટ પેપર લીક મુદ્દે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન યોજી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી.
પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરી પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા, નિષ્પક્ષતા અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માંગ ઉઠાવી હતી. ઉપસ્થિત આગેવાનો અને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓને કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે, જે અત્યંત ગંભીર બાબત છે.
પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા ઘણા દિવસોથી આંદોલન અને અનશન કરી રહેલા વિદ્યાર્થીઓ પર કથિત દમનાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે,
જેની તેમણે કડક નિંદા કરી હતી.
વિદ્યાર્થીઓએ વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જની પણ કડક શબ્દોમાં નિંદા કરી હતી અને પેપર લીક કૌભાંડના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની,
પરીક્ષા વ્યવસ્થામાં સુધારા લાવવાની તેમજ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માંગ સાથે પોતાનો આક્રોશ વ્યક્ત
રિપોર્ટર મકવાણા નરેન્દ્ર