રાજકોટના વિંછીયા સ્થિત ઘેલા સોમનાથ મંદિર નજીક ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા અને સ્વસહાય જૂથોની મહિલાઓ તથા કારીગરોને પ્રોત્સાહન આપવાના હેતુથી, મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા રાજકોટના વિંછીયા સ્થિત ઘેલા સોમનાથ મંદિર નજીક ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્ષેત્રની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:
સ્થાનિક ઉત્પાદનોનું પ્રદર્શન: સખી મંડળો અને કારીગરો દ્વારા હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, ખાદ્ય સામગ્રી, ઘર સજાવટની વસ્તુઓ, આભૂષણો અને હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જેની મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી.
આર્થિક સહાય વિતરણ: દિનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત કમળાપુરના મંડળને ૫ લાખ અને પારેવાળા પ્રોડ્યુસર ગૃપને ૨ લાખ રૂપિયાની કેશ ક્રેડિટ/સહાય અર્પણ કરવામાં આવી હતી.
રાખી મહોત્સવ: શ્રાવણ માસ નિમિત્તે સખી મંડળની અંદાજે ૨૦૦ જેટલી બહેનોએ મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોને રાખડી બાંધી હતી.
આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પીપળીયા સહિત GLPC ના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સખીમંડળની બહેનો ઉપસ્થિત રહી હતી.
અહેવાલ:તરુણ નિમાવત
