
ભરૂચ જિલ્લા જંબુસર
ગુજરાત સરકારના ઓપરેશન ગંગાજળ હેઠળ સરકારે આરોગ્ય વિભાગમાં મેડિકલ ઓફિસરો ફરજમુક્ત કરવાનો કોરડો વિજયોછે.
જેમાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ગાયનેક ડોક્ટર પરેશ શર્માને ફરજમાં મુક્ત કરવામાં આવતા જંબુસર સબ ડિસ્ટિક્ટ હોસ્પિટલ ખાતે લોકટોળા ઉમટ્યા.
સરકાર દ્વારા ફરજમુક્ત કરવામાં આવતા જંબુસર ની જનતાએ તેમના સમર્થનમાં અવાજ
ઉઠાવ્યો.
હવે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ નો ગાયનેક વિભાગ કોના ભરોશે જનતાનું કહેવું છે ડોક્ટર શર્મા રાતમધરાત સ્ત્રી રોગના ડોક્ટર હોય અવિરત પણે કર્તવ્ય નિષ્ઠાથી ફરજ બજાવી છેવડાના ગામડાના જનતાની સેવા કરી છે. જો આં ડોક્ટર નહિ હોય તો પ્રસુતાં બેનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે એમ છે
સરકાર જંબુસરમાં ડોક્ટરને ફરી પુનઃસ્થાપિત કરે તેવી લોક માંગ ઉઠી
ગાયનેક ડોક્ટરમાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં હોવાના કારણે જંબુસર તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગરીબ દર્દીઓને ખૂબ સારી સારવાર મળી રહેતી હતી પરંતુ હવે આ ડોક્ટરને સરકારે જંબુસર તાલુકાના દર્દીઓમાં નારાજગીજોમાં મળી રહી છે
જંબુસરની વાત કરીએ તો પાછલા ચાર મહિનાની અંદર જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ડોક્ટરના જણાવ્યા મુજબ 350 જેટલી નોર્મલ ડિલિવરી કરાવીને જંબુસરના દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં જ સીઝર કરીને 30-30 હજાર રૂપિયા ખંખેરી લેવામાં આવેછે. તેનાથી બચાવીને ઉત્તમ સુવિધા પુરી પાડી છે તો,પાછલા ચાર મહિનાની અંદર જંબુસર હોસ્પિટલમાં ફક્ત એક જ મહિલા પ્રસૂતાને સીઝર દ્વારા ડીલેવરી કરાવવામાં આવી હતી.જે એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય.કારણ આં ડોકટરે પોતાની કાબેલિયતથી ગરીબ અને અમીર વર્ગની તમામ મહિલાઓની નોર્મલ ડીલેવરી કરાવીને ખાનગી હોસ્પિટલોના ખર્ચામાંથી મુક્તિ અપાવીછે
આવાજ કારણોસર જંબુસરની જનતા અવા ડોકટરોને ન્યાય અપાવવા અવાજ ઉઠાવી રહીછે
બાઈટ :
કંકુબેન જંબુસર,
લલીતાબેન,
રમીલાબેન,
તનઝીમાં પટેલ,
હજી ફૌઉઝુલ દહેગામ, જંબુસર.
શહીદ પટેલ, ખાનપુરદેહ.