
ભરૂચ જિલ્લા જંબુસર
જંબુસર ખાતે જિલ્લા કક્ષાની ફૂટબોલ ફેસ્ટિવલ પુર્ણાહુતિ સમારોહ યોજાયો
જંબુસર યોગી પાર્ક ખાતે નન્હીકલી પ્રોગ્રામ હેઠળ ત્રિ દિવસીય જિલ્લા કક્ષાની ફૂટબોલ ફેસ્ટિવલ યોજાયો હતો તેનો સમાપન સમારોહ. દિગ્વિજયસિંહ રાઠોડ તથા પ્રફુલભાઈ વસાવા સામનીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. અને વિજેતા કેરવાડા અને પીલુદરા ગામની ટીમને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સર્ટી તથા બેઝીસ અર્પણ કર્યા હતા.
નંદી ફાઉન્ડેશનના નન્હીકલી પ્રોગ્રામ ભારતના આઠ રાજ્યોમાં કાર્યરત છે. અને ભરૂચ જિલ્લાના સાત બ્લોકમાં આશરે 12000 નનહીકલી સાથે કાર્ય કરે છે. નાની બાળાઓ રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે પ્રોગ્રામ ઓફિસર નૂતન યાદવ અને તેમની ટીમ સતત પ્રયત્નશીલ રહે છે. યોગી પાર્ક જંબુસર ખાતે ત્રિદિવસ્ય જિલ્લા કક્ષાની ફૂટબોલ મેચ બે વિભાગમાં બાર ટીમો વચ્ચે યોજાઇ હતી. અંતે ફાઇનલ મેચ બિગનર કેરવાડા અને કાવી તથા સ્ટ્રોંગમાં વેડચ અને પીલુદરા ગામ વચ્ચે યોજાઈ હતી. પરિણામના અંતે બિગ્નર કેરવાડા અને સ્ટ્રોંગ માં પીલુદરા ગામની ટીમ વિજેતા બની અને તેનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં. તોસિકભાઈ કાવી, હરમાનભાઈ પઢિયાર, અમરસંગભાઈ રાઠોડ પીલુદરા, રાજદીપ ભાઈ કેરવાડા,ભરતભાઈ અનોર, દિપકભાઈ મકવાણા નહાર સહિત ઉપસ્થિત રહી ફૂટબોલ ટીમની તમામ બાળાઓને અભિનંદન પાઠવી રાજ્યકક્ષાએ નામ રોશન કરે તેવી શુભકામના પાઠવી પ્રેરણાદાયક પ્રસંગો સાથે સમજ આપી હતી.
સદર કાર્યક્રમમાં. કોચ, ઓફિસ સ્ટાફ મોહસીનભાઈ, વિક્રમભાઈ, દિનેશભાઈ સહિત હાજર રહ્યા હતા..