જંબુસર આશાપુરી માતા મંદિર થી શોભાયાત્રા નીકળી

ભરૂચ જિલ્લા જંબુસર
જંબુસર આશાપુરી માતા મંદિર થી શોભાયાત્રા નીકળી
જંબુસર નગરના ગણેશ ચોક ખાતે પૌરાણિક આશાપુરી માતા ગણપતિજીનું મંદિર આવેલ છે.જ્યાં આશાપુરી પદયાત્રા સંઘ છેલ્લા 24 વર્ષથી અવિરત જંબુસર થી આશાપુરી માતા પીપળાવ ખાતે પદયાત્રીકોનો સંઘ જાય છે. ચાલુ સાલે 25 વર્ષ પૂર્ણ થતા હોય રજત જયંતિ વર્ષની ઉજવણી થતી હોય અને મોટી સંખ્યામાં પદયાત્રીકો પદયાત્રાએ જવાના હોય તે નિમિત્તે જંબુસર આશાપુરી માતા મંદિર થી માતાજીનો રથ સુંદર પુષ્પોથી સુશોભિત કરી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા જંબુસર નગરના ઉપલીવાટ, કોટ બારણા,મુખ્ય બજાર ,સોની ચકલા, લીલોતરી બજાર થઈ પરત મંદિર ખાતે આવી પહોંચી હતી. અને મહાઆરતી તથા મહાપ્રસાદ નું સુંદર આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું. આવતીકાલે વહેલી સવારે 250 જેટલા પદયાત્રી કો જંબુસર થી આશાપુરી પીપલાવ જવા રવાના થશે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કાછિયા પટેલ સમાજના અગ્રણીઓ, ભાઈ બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

Leave a Comment