જંબુસર નગરપાલિકાની જનરલ સભા યોજાઇ જેમાં

ભરૂચ જિલ્લા જંબુસર
જંબુસર નગરપાલિકાની જનરલ સભા યોજાઇ જેમાં મોટાભાગના વિકાસ કામોને સર્વાનુમતે મંજૂર કરાયા
જંબુસર નગરપાલિકાની જનરલ સભા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમિષાબેન વિરેનભાઈ શાહ ના અધ્યક્ષ સ્થાને આજરોજ નગરપાલિકા સભાખંડ ખાતે યોજાઇ હતી. જેમાં સીઓ જયદીપ ચૌધરી સહિત 19 સદસ્યો હાજર, પાંચ ગેરહાજર, 3 રજા રિપોર્ટ મુકાયો હતો. જનરલ સભામાં કુલ 31 કામો એજન્ડા પર હતા. અને સાત કામો અધ્યક્ષ સ્થાને રજૂ કરાયા હતા. સભાની શરૂઆતમાં માજી સદસ્યો, તથા પ્રભુદાસભાઈ મકવાણા નો શોક ઠરાવ પસાર કરી બે મિનિટ મૌન પાડી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ જંબુસર નગરપાલિકા વિસ્તારના વિકાસ કામો જેમાં એસટી ડેપોથી ટંકારી ભાગોળનો રસ્તો નવીનીકરણ, જુદા જુદા વિસ્તારોના રોડ રીસર્ફિંગ, ડોર ટુ ડોર કચરા કલેક્શનનું કામ, કર્મચારીઓના સાતમા પગાર પંચની દરખાસ્ત, સહિતના કામો રજૂ કરાયા હતા.જેમાં મોટાભાગના કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતા.જનરલ સભાના કુલ કામો પૈકી 10 જેટલા કામો ત્રણ સદસ્ય દ્વારા વિરોધ દર્શાવ્યો હતો. અંતે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમિષાબેન વિરેનભાઈ શાહ દ્વારા જનરલ સભા પૂર્ણ થયાનું જાહેર કરાયું હતું.

Leave a Comment