ભરૂચ જિલ્લા આમોદ
આમોદ તાલુકાના પૂરસા ગામે વકરી શિક્ષણની સમસ્યા.
શિક્ષણ વિભાગ દ્વારા મોટા ઉપાડે જર્જરિત ઓરડા બે વર્ષથી તોડી પાડવામાં આવતા બાળકો લોબીમાં બેસવા બન્યા મજબુર.
શિક્ષણ વિભાગ અને સરકારની, મફત અને ફરજીયાત શિક્ષણ, બેટી બચાવો, બેટી પઢાવો, સ્ત્રી કેળવણી ની યોજનાઓ અને દાવા નિષ્ફળ.
આમોદ તાલુકા શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆત કરતા, હાથ ઉંચા કરી દીધા અને ગાંધીનગરનો રાહ બતાવ્યો.
બાળકોને હવા ઉજાસ વાળા ઓરડામાં નથી આપવામાં આવતું શિક્ષણ,એકજ ક્લાસ માં બે-બે વર્ગ બેસાડવામાં આવે તો શિક્ષક દ્વારા એકજ બોર્ડ પર ભાણાવવામાં આવે તો બીજા વર્ગના વિદ્યાર્થીઓનું શું,????
આવા ગ્રામજનો અને જાગૃત નાગરિકો દ્વારા શિક્ષણ વિભાગ સામું પ્રશ્નો ઉઠાવવામાં આવ્યાછે.
ગ્રામજનો અને જાગૃત નાગરિકો દ્વારા શિક્ષણ પ્રશાસન અને જવાબદાર અધિકરીઓ તેમજ વિસ્તારના ધારાસભ્યને આં પ્રશ્ન હલકરવા વિનંતી કરવામાં આવી રહીછે.