સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ મહાકાલી મંદિરે વર્ષો પરંપરાગત રીતે દશેરા પર્વની ઉજવણી
સુપ્રસિદ્ધ યાત્રાધામ મહાકાલી મંદિરે દશેરા પવૅ નિમિત્તે શ્રી મહાકાલી શક્તિ સેવા મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી જગદેવસિંહ તેજસિંહ જેતાવત બાપુ તથા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ સભ્યો દ્વારા દશેરા પવૅ નિમિત્તે ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું હજારોની સંખ્યામાં માઈ ભકતો માતાજીના દર્શન કરવા માટે ઊમટી પડ્યા હતા લગભગ હજાર વર્ષ પૂર્વે ના આ મહાકાલી મંદિરે માતાજીના સાક્ષાત્કાર નો અનુભવ થાય છે એક મોટી પત્થર ની શિલા અને તેના બે ભાગ થયા છે એક ભાગનો પત્થર જે ખખડાવાથી માતાજીની આરતી થતી હોય તેવો અહેસાસ થાય છે તે માતાજીની અહીં હયાતીનો પુરાવો માનવામાં આવે છે દૂર દૂર થી માતાજીના મંદિરે દર્શન કરવા માટે ભકતો આવે છે
પ્રેસ રિપોટર હસમુખભાઈ પંડયા સાબરકાંઠા

Leave a Comment