વડનગર:
પવિત્ર શ્રાવણ માસના અવસરે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ઇતિહાસ અને આસ્થાના કેન્દ્ર સમાન વડનગર ખાતે ‘વડનગર શ્રાવણોત્સવ’નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાચીન શર્મિષ્ઠા તળાવના ઘાટ પર યોજાયેલા આ ભવ્ય મહોત્સવે સ્થાનિક નાગરિકો અને શ્રદ્ધાળુઓમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત નગરના આરાધ્ય દેવ હાટકેશ્વર મહાદેવની પૂજા-આરાધના અને વૈદિક મંત્રોચ્ચાર સાથે થઈ હતી. શ્રાવણ માસના પાવન માહોલમાં શર્મિષ્ઠા તળાવના ઘાટ પર હજારો દીવડાઓની દિવ્ય રોશની કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર પરિસરમાં અલૌકિક વાતાવરણ સર્જાયું હતું. આ સાથે વાતાવરણમાં ગુંજતા શંખનાદના ગુંજારવે ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓને ભક્તિમય કરી દીધા હતા.
આ સાંસ્કૃતિક મહોત્સવનું મુખ્ય આકર્ષણ આધુનિક લાઈટ એન્ડ લેસર શો રહ્યો હતો. પાણીના ફુવારાઓ અને અદ્યતન રોશની વચ્ચે રજૂ કરાયેલા આ શો દ્વારા વડનગરની ઐતિહાસિક ગાથા અને સંસ્કૃતિના રંગોને અદભુત રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સંસ્કૃતિ, ભક્તિ અને આધુનિક ટેકનોલોજીના આ ત્રિવેણી સંગમે અહીં આવેલા હજારો શ્રદ્ધાળુઓને અવિસ્મરણીય આધ્યાત્મિક શાંતિ અને દિવ્ય અનુભવ કરાવ્યો હતો.
ગુજરાત પ્રવાસન દ્વારા આયોજિત આ ઉત્સવને નિહાળવા માટે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શિવભક્તો વડનગર આવી પહોંચ્યા



