

*નંદુરબાર આહિર સુવર્ણકાર સમાજ દ્વારા દત્તાત્રેય મોરેનું ‘સુવર્ણરત્ન’ સન્માન*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ આહવા*
*નંદુરબાર, તા. ૩૦ -* ૧૯૯૦માં સ્થપાયેલી ૩૬ વર્ષ જૂની પ્રતિષ્ઠિત સંસ્થા “નંદુરબાર આહિર સુવર્ણકાર સમાજ” દ્વારા ‘વિદ્યાર્થી ગુણગૌરવ અને સ્નેહમિલન સોહળો ૨૦૨૬’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદના શ્રી સંજય બાબુરાવ બાગુલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત અને મહારાષ્ટ્રના ૩૦ જિલ્લા પ્રમુખો સહિત ૩૫૦થી વધુ સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ગત એક વર્ષમાં સ્વર્ગસ્થ થયેલા સમાજબંધુઓને તથા આસામ અને નેપાલના કુદરતી હોનારતીરાર્થીને મૌન શ્રદ્ધાંજલિ સાથે કરાઈ હતી. સોનાર સમાજના આરાધ્ય સંત શિરોમણી શ્રી નરહરી મહારાજની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. સમાજના ઉપાધ્યક્ષ શ્રી અજય વાઘે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે મુંબઈના આદ્ય સમાજસેવક, નવી મુંબઈના શિલ્પકાર અને કન્યા કેળવણીના પ્રણેતા નાના શંકરશેઠની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.
*સુવર્ણરત્ન પુરસ્કારથી સન્માન:* આ વર્ષનો માનનો *’સુવર્ણરત્ન પુરસ્કાર ૨૦૨૬’ ડાંગના નિવૃત્ત ગ્રંથપાલ અને શૈક્ષણિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શ્રી દત્તાત્રેય બંસીલાલ મોરે (આહવા-સુરત)* ને એનાયત કરવામાં આવ્યો.
આ ઉપરાંત શ્રી ભગવાનશેઠ ખારોટે (દેવલા), શ્રીમતી મંગળતાઈ આહીરરાવ (પિંપળનેર), શ્રી એમ.કે. ભામારે (શિરપુર) અને શ્રી સુરેશશેઠ વાનખેડે (નંદુરબાર) ને પણ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરાયા હતા. આ પુરસ્કાર મે. સ્નેહા ઇલેક્ટ્રિકલ્સ, નંદુરબારના શ્રી લક્ષ્મણ અને રાહુલ પિંગળેના સૌજન્યથી આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ૮૫ વર્ષથી વધુ વયના વડીલોનો જીવનગૌરવ પુરસ્કાર અને ધો. ૫ થી કોલેજ સુધીના ૬૦ તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન કોપરલી હાઈસ્કૂલના શ્રી ભૂષણ સોનાર અને શ્રી પંકજ વાનખેડેએ કર્યું હતું. વંદેમાતરમ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
*વિશેષ આકર્ષણ:* જગપ્રસિદ્ધ કલાકાર શ્રી ભગવાનશેઠ ખારોટે દ્વારા માત્ર ૧ મિલી એટલે કે ૦.૦૦૧ ગ્રામ સોનામાં બનાવેલી ૨૫૬ ગણપતિ મૂર્તિઓનું પ્રદર્શન, જે ફક્ત સૂક્ષ્મદર્શક યંત્રથી જ જોઈ શકાય છે, તે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.