

*સાપુતારા ઘાટમાં બ્રેક ફેલ થતા ટ્રક બસ સાથે અથડાયો*
*રિપોર્ટર:- ઝાકિર ઝંકાર , ડાંગ (સાપુતારા)*
સાપુતારા ઘાટ માર્ગ પર નાસિકથી સુરત તરફ આવી રહેલી બસને પાછળથી આવી રહેલા ટ્રકની બ્રેક ફેલ થઈ જતા ધડાકાભેર ટક્કર વાગી હતી. અચાનક બનેલી આ ઘટનાને પગલે બસમાં સવાર મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, ટ્રકની બ્રેક ફેલ થઈ જતાં ચાલક ટ્રક પરનો કાબૂ ગુમાવી બેઠો હતો અને ટ્રક બસ સાથે અથડાયો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈને ગંભીર ઇજા પહોંચી ન હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતને કારણે ઘાટ માર્ગ પર થોડા સમય માટે વાહનવ્યવહારને પણ અસર થઈ હતી.
પોલીસ દ્વારા અકસ્માતના કારણો તથા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.