

રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલા ‘વિરાસતથી વિકાસ’ લોકમેળામાં ‘સ્વદેશી હસ્તકલા હાટ’ બન્યું લોકો માટે વિશેષ આકર્ષણ…
રાજકોટ:
સૌરાષ્ટ્રભરમાં લોકપ્રિય બનેલા અને જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટના એતિહાસિક રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભવ્ય લોકમેળા ‘વિરાસતથી વિકાસ’ (૨ થી ૬ સપ્ટેમ્બર) તરફ લોકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેળામાં લોક-મનોરંજન અને રાઈડ્સની સાથે-સાથે પરંપરાગત કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતું ‘સ્વદેશી હસ્તકલા હાટ’ (પ્રદર્શન સહ વેચાણ) મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ વિશેષ પ્રદર્શનમાં ગુજરાત અને દેશના વિવિધ ખૂણેથી આવેલા કલાકારો દ્વારા હાથશાળ, હસ્તકલા, મોતીકામ, માટીકામ, ચામડાની કલાત્મક વસ્તુઓ, જ્વેલરી તેમજ બાંધણી અને સાડીઓ જેવી અદભુત ચીજવસ્તુઓ રજૂ કરવામાં આવી છે. સ્થાનિક નાગરિકો અને ખરીદીના શોખીનો દ્વારા આ સ્વદેશી સ્ટોલ્સ પર ભારે ભીડ જમા થઈ રહી છે, જે ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને સાર્થક કરતી દેખાય છે.
બ્યુરો ચીફ: તરુણ નિમાવત