
*આહવામાં સ્વાશ્રય સેન્ટરનો પ્રારંભ*
*જરૂરિયાતમંદ નાગરિકોને વિવિધ સેવાઓ સરળતાથી મળી રહે તે દિશામાં મહત્વપૂર્ણ પહેલ*
*રિપોર્ટર: ઝાકિર ઝંકાર, ડાંગ-આહવા*
આહવા: આહવા ક્ષેત્રના નાગરિકોની સુવિધામાં વધારો થાય અને જરૂરિયાતમંદ લોકોને વિવિધ સેવાઓનો સરળતાથી લાભ મળી રહે તે હેતુસર સ્વાશ્રય સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સેન્ટરનું ઉદ્ઘાટન જિલ્લા સદસ્ય શ્રી સ્નેહલભાઈ ઠાકર તથા આહવા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી જિગ્નેશભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું.
સ્વાશ્રય સેન્ટર શરૂ થતાં સ્થાનિક નાગરિકોને જરૂરી સેવાઓ, માર્ગદર્શન તથા સહાય સરળતાથી મળી રહેવાની સુવિધા ઉભી થશે. ખાસ કરીને જરૂરિયાતમંદ નાગરિકો માટે આ સેન્ટર ઉપયોગી સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
ઉદ્ઘાટન પ્રસંગે સ્થાનિક આગેવાનો, પ્રતિનિધિઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ આ પહેલને આવકારી હતી તેમજ નાગરિકોને સ્વાશ્રય સેન્ટરની સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.