

રાજકોટ:લોધીકા તાલુકાની રાતૈયા પ્રાથમિક શાળાનાં કવિતાબેન ભટાસણાને રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર એનાયત…
૫ સપ્ટેમ્બર: શિક્ષકદિન નિમિત્તે સમગ્ર રાજ્યમાં શિક્ષણ જગત માટે ગર્વ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે, ત્યારે લોધીકા તાલુકાની રાતૈયા પ્રાથમિક શાળામાં ગણિત અને વિજ્ઞાન વિષયની સેવારત અને નિષ્ઠાવાન શિક્ષિકા શ્રી કવિતાબેન ભટાસણાને તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સેવાઓ બદલ રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ ગૌરવવંતા સમારોહમાં મહામહિમ રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીનાં વરદ હસ્તે કવિતાબેનને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
રાજકોટ બ્યુરો ચીફ