ધોળકા ખાતે ચાલી રહેલું ભેટાવાડા આંદોલન હવે વધુ આક્રમક અને તીવ્ર બન્યું છે.
પ્રાંત અધિકારી દ્વારા ખેડૂતોની પડતર માંગણીઓ અંગે કોઈ લેખિત બાંહેધરી કે સંતોષકારક જવાબ ન અપાતાં ધરણા પર બેઠેલા પાંચ ગામના ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે.
રાત્રિ દરમિયાન પ્રાંત કચેરી પરિસરમાં ઘોર અંધારું છતાં આંદોલન યથાવત
ખેડૂતોએ વહીવટી તંત્રને આડે હાથ લેતાં ખુલ્લી ચેતવણી આપી છે કે જો આવતીકાલ સવાર સુધીમાં તેમની માંગણીઓ સંદર્ભે કોઈ સંતોષકારક લેખિત જવાબ નહીં મળે, તો તેઓ પગપાળા અમદાવાદ કલેક્ટર કચેરી તરફ કૂચ કરશે.
આટલેથી ન અટકતાં ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે જો કલેક્ટર કચેરીએ પણ યોગ્ય ન્યાય નહીં મળે, તો તેઓ ગાંધીનગરથી લઈને છેક દિલ્હી સુધી આરપારની લડાઈ લડવા સંપૂર્ણ તૈયાર છે.
ખેડૂતોના આ ઉગ્ર વલણ અને કૂચની ચીમકીને પગલે સમગ્ર સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.
રીપોર્ટર મકવાણા નરેન્દ્ર