

રાજકોટમાં નવરાત્રી પૂર્વે ઉત્સાહ: ડૉ. દર્શિતા શાહ દ્વારા નિઃશુલ્ક ‘નમો નવરંગ’ ગરબા કોચિંગ ક્લાસનો ભવ્ય પ્રારંભ
રાજકોટ:
નવરાત્રીના મહાપર્વને હવે આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ પશ્ચિમ વિધાન સભા વિસ્તારના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ દ્વારા યુવાધન અને નાગરિકો માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. નવરાત્રીની પરંપરા, આપણી સમૃદ્ધ સંસ્કૃતિ અને ગરબાની કળા નવી પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે નિઃશુલ્ક ‘નમો નવરંગ’ ગરબા કોચિંગ ક્લાસનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
આ પાવન અવસરે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવભાઇ દવે અને મહામંત્રી શ્રી લલિતભાઈ વાડોલીયા રાજકોટ મેયર શ્રી નેહલભાઈ શુક્લ, ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તથા ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહે ગરબા શીખવા આવેલા તમામ ઉત્સાહી ખેલૈયાઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
બ્યુરો ચીફ:તરુણ નિમાવત