સાણંદના કુંડલ ગામે ખેડૂતોનું મહાસંમેલન: હાઈટેન્શન લાઈન સામે ઉગ્ર વિરોધ અને રણનીતિ જાહેર
સાણંદ તાલુકાના કુંડલ ગામે ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન લાઈન કંપનીની મનમાની સામે તાલુકાના ખેડૂતો એકઠા થયા હતા
ખેડૂતોના હિત અને અસ્તિત્વને બચાવવા માટે કુંડલ ગામે એક ભવ્ય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહીને આ લાઈનનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો
ખેડૂતોનો ઉગ્ર વિરોધ: કંપની દ્વારા ખેડૂતોની જમીનમાં બળજબરીથી નાખવામાં આવી રહેલી હાઈટેન્શન લાઈન સામે ખેડૂતોએ એક અવાજે રોષ વ્યક્ત કર્યો હતો
અને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની જાહેરાત કરી હતી
મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ: ખેડૂતોના આ આંદોલનને મજબૂત ટેકો આપવા માટે કાયદાકીય, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રના દિગ્ગજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
દર્શન કોઠારી સાહેબ હાઈકોર્ટ
આર. ઓ. પટેલ પ્રોફેસર
દિગ્વિજયસિંહ વાઘેલા DySP
કનકસિંહ વાઘેલા પૂર્વ કોર્પોરેટર, રાજકોટ અનિરુદ્ધસિંહ વાઘેલા પ્રોફેસર, જામનગર
નીરુભાઈ રાજપૂત પૂર્વ ડેલિકેટ કુંડલ કિસ્મતભાઈ પૂર્વ ડેલિગેટ, માટકોલ
નરેન્દ્રસિંહ વાઘેલા કાઉન્સિલર, બકરાણા
આગેવાનોનાસંબોધન અને કાનૂની માર્ગદર્શન
મહાસંમેલન દરમિયાન ઉપસ્થિત કાનૂની નિષ્ણાતો અને અગ્રણીઓએ ખેડૂતોને કાયદાકીય હકો વિશે માર્ગદર્શન આપ્યું હતું
હાઈકોર્ટના વકીલ દર્શન કોઠારી સાહેબે ખેડૂતોને જમીન અને વળતર અંગેના હક્કો સમજાવતા કાયદાકીય લડત લડવાની ખાતરી આપી હતી
અન્ય વક્તાઓએ પણ સરકાર અને કંપની સામે શાંતિપૂર્ણ તેમજ મક્કમ રહીને અવાજુલંદ કરવા આહ્વાન કર્યું હતું.
રિપોર્ટર : ધરા પટેલ ,સાણંદ અમદાવાદ