

*સાપુતારામાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો શુભારંભ*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ (સાપુતારા)*
સાપુતારા લેક પાર્કિંગ ખાતે ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીત અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીતના હસ્તે ‘પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્ર’નો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા, પેદાશોની ગુણવત્તા, બજારમાં માંગ તથા ખેડૂતોની આવકમાં વધારો થાય છે.
આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના હસ્તે ‘નેચરલ ફાર્મ પ્રોડક્ટ પ્રોડ્યુસર કંપની લિ.’નો પણ શુભારંભ કરાયો હતો. વેચાણ કેન્દ્રથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાની પેદાશોના વેચાણ માટે વધુ સુવિધા અને બજાર ઉપલબ્ધ થશે. કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.