

*ડાંગમાં જિલ્લાકક્ષાની ચિત્ર અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ*
*ડાંગ આહવા | રિપોર્ટર: ઝાકિર ઝંકાર*
ડાંગ જિલ્લાના આહવા તાલુકા શાળા ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાની ચિત્ર અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં “વિકસિત ભારત-૨૦૪૭” તથા “સેવા અને સુશાસન” વિષયને કેન્દ્રમાં રાખી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓએ જળ સંરક્ષણ, શિક્ષણ, ડિજિટલ ઈન્ડિયા, કૃષિ વિકાસ, આરોગ્ય, મેક ઈન ઈન્ડિયા સહિતના વિષયો પર ચિત્રો રજૂ કર્યા હતા. તેમજ વકૃત્વ સ્પર્ધામાં ‘વિકસિત ભારત’ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે શ્રી વિજયભાઈ પટેલે વિદ્યાર્થીઓની કૃતિઓ નિહાળી તેમની સર્જનાત્મક પ્રતિભાની પ્રશંસા કરી હતી. ડાંગ દરબાર હોલ ખાતે ‘સેવાનાં રંગ, રાષ્ટ્રનાં સંગ’ થીમ પર રંગોળી સ્પર્ધા પણ યોજાઈ હતી.