

*ડાંગમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગની સમીક્ષા બેઠક યોજાઈ*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ આહવા*
ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરની અધ્યક્ષતામાં અને કલેક્ટર એન.ડી. પરમારની ઉપસ્થિતિમાં બાળ સુરક્ષા અને અધિકારો અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં બાળકોને સ્વસ્થ, શિક્ષિત અને સુરક્ષિત બનાવવા, આંગણવાડીઓમાં 100 ટકા હાજરી તથા પોષણ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકાયો હતો. જિલ્લામાં બાળમજૂરી અને બાળલગ્ન નાબૂદ કરવા તેમજ સ્થળાંતર કરતા પરિવારોના બાળકોના શિક્ષણ અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવા સૂચના અપાઈ હતી.
ડાંગમાં બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાની કામગીરીને આયોગે બિરદાવી હતી. બેઠકમાં DDO કુલદીપસિંહ ઝાલા, જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ સહિત અધિકારીઓ અને બાળ સુરક્ષા સંબંધિત સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.