
*‘તેરા તુજકો અર્પણ’ હેઠળ સાપુતારા પોલીસની કામગીરી: અરજદાર મહિલાને રૂ.40 હજાર પરત અપાવ્યા*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ (સાપુતારા)*
સાપુતારા પોલીસ સ્ટેશન દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરી અરજદાર મહિલાને તેમના આપેલા રૂ.40,000 પરત અપાવી અરજીનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, આહવા તાલુકાના લીંગા ગામે રહેતા રજનીબેન નિલેશભાઈ ઘાંઘળેએ સાપુતારા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેમાં તેમણે જવતાળા, પાંડવા ખાતે રહેતા શુકરબેન ભાવરાવભાઈ પવાર તથા ઉપેશભાઈ ભાવરાવભાઈ પવાર પાસેથી પોતાના નાણાં પરત મેળવવા અંગે રજૂઆત કરી હતી.
અરજીના આધારે સાપુતારા પોલીસે બંને પક્ષોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામેવાળા પક્ષે અરજદારને તેમના નાણાં પરત આપવાની સંમતિ દર્શાવી હતી.
પોલીસની મધ્યસ્થીથી સામેવાળા પક્ષ પાસેથી રૂ.40,000ની રકમ મેળવી અરજદાર રજનીબેનને ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત પરત અપાવવામાં આવી હતી. આ રીતે અરજીનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો.
આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંઘ, સુરત વિભાગ, પોલીસ અધિક્ષક પૂજા યાદવ, નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડિમરી અને સાપુતારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. બારીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી-કર્મચારીઓ
– PI જે.કે. બારીયા
– PSI બી.બી. પટેલ
– ASI આશિષભાઈ અશ્વિનભાઈ, બ.નં. 405
સાપુતારા પોલીસની આ કામગીરીથી અરજદાર મહિલાને તેમના નાણાં પરત મળતાં સમગ્ર મામલાનો સુખદ અંત આવ્યો હતો.