

રાજકોટ: આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના રાષ્ટ્ર સમર્પણના 25 ગૌરવવંત વર્ષોની ઉજવણી અંતર્ગત આજે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત “વિકસિત ભારત સંકલ્પ સભા તથા સેવા જ્યોતિ યાત્રા” માં રાજકોટ શહેર વોર્ડ નં 1 માંથી મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ તથા બહેનોએ ઉત્સાહભેર હાજરી આપી.
જનસેવાથી દેશસેવાની આ 25 વર્ષની અવિરત યાત્રાને વંદન કરીને ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સ્વપ્નને સાકાર કરવા દરેક કાર્યકર્તાએ સેવા અને સમર્પણનો દ્રઢ સંકલ્પ લીધો.
તરુણ નિમાવત (બ્યુરો ચીફ)