જંબુસર પરીક્ષિત કન્યા છાત્રાલય બાબતે અનુસૂચિત

ભરૂચ જિલ્લા જંબુસર
જંબુસર પરીક્ષિત કન્યા છાત્રાલય બાબતે અનુસૂચિત જનજાતિ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું
જંબુસર શહેર અને તાલુકાના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સમાજ અગ્રણીઓ પ્રમોદભાઈ જાંબુની આગેવાનીમાં છાત્રાલયના વહીવટ કરતાઓ છાત્રાલયના બાંધકામ સિવાયની જગ્યા કોઈપણ મંજૂરી લીધા વિના વેચાણ આપેલ છે જેના વિરોધમાં ભરૂચ કલેકટરને ઉદ્દેશી પ્રાંત અધિકારી એમ બી પટેલને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્ર આપવા શ્રવણભાઈ રાઠોડ, બાબુભાઈ સોલંકી,કનુભાઈ પરમાર ,સુરેશભાઈ પરમાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જંબુસર ખાતે સીટી સર્વે નંબર 51 17 / 1 જેનું ક્ષેત્રફળ 670 ચોરસ મીટર છે. આ જમીન અમારા સમાજના વડીલોને વેઠ પ્રથામાં મળેલ અને આ જમીન કન્યાઓ માટે છાત્રાલય બનાવવા દાનમાં આપેલી હતી. અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સમાજની કન્યાઓ માટે પરીક્ષિતલાલ કન્યા છાત્રાલયનું બાંધકામ કરવામાં આવેલ છે.જંબુસર, આમોદ, વાગરા તાલુકા ના ગામની કન્યાઓ છાત્રાલયમાં રહી શિક્ષણ પ્રાપ્ત કરી શકી છે.પરંતુ હાલમાં છાત્રાલયને વહીવટકર્તાઓ એ છાત્રાલયના બાંધકામ સિવાયની બાકીની જગ્યા સરકારની કોઈપણ મંજૂરી લીધા વિના કેટલુક બાંધકામ પોતાના માટે અને બાકીની જગ્યા કોમર્શિયલ બાંધકામ કરવા વેચાણ આપેલ છે. તે જગ્યામાં આવેલ વૃક્ષોનું કટીંગ કરી માટીકામ કરી જગ્યા સમતળ બનાવી બાંધકામ ની તૈયારી કરી રહ્યા છે.સરકારની પૂર્વ મંજૂરી વિના અન્ય હેતુ માટે ઉપયોગમાં લેવાની કોશિશ કરી છે.તે અટકાવવા, જો આ જગ્યામાં અન્ય હેતુ માટે બાંધકામ કરશે તો અમારી દીકરીઓને ત્યાં રાખવામાં જોખમ છે. અને કાયમ માટે છાત્રાલયના બારણા બંધ થઈ જશે તેવો ડર છે. આ છાત્રાલય અને ખુલ્લી જગ્યા દીકરીઓ માટે રમત ગમતનું મેદાન તરીકે જાળવી રાખવા અને આ જગ્યા બીજા હેતુ માટે ઉપયોગમાં લીધેલ હોય કે વેચાણ કરેલ હોય તે રદ કરી છાત્રાલય માટે સચવાઈ તેવી માગણી કરી છે. આવેદનપત્ર આપવા જંબુસર શહેર અને તાલુકાના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Leave a Comment