ભરૂચ જિલ્લાના જંબુસર
જંબુસર તાલુકાના વેડચ પોલીસ સ્ટેશન માં આજ. રોજ લોક દરબાર યોજાયો.
વેડચ પોલીસ સ્ટેશન માં આજ રોજ વેડચ પોલીસ દ્વારા લોકદરબાર રાખવામાં આવ્યો હતો.આ લોક દરબારમાં ભરૂચ પોલીસ અધિક્ષણ શ્રી મયુર ચાવડા સાહેબ તથા જંબુસર નાયબ પોલીસ અધિક્ષણ શ્રી પી.એલ .ચૌધરી સાહેબ તથા વેડચ પી.આઈ. બી. એમ.ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા,લોકો દરબાર માં સૌથી પહેલા વેડચ પોલીસ જવાનો ની પરેડ યોજવામાં આવી હતી અને ચાવડા સાહેબ દ્વારા તેમનુ ઈન્સ્પેક્શન લેવામાં આવ્યું હતું ત્યાર બાદ લોકદરબાર માં હાજરી આપી હતી.આ લોકો દરબાર માં ભાજપના મહામંત્રી શ્રી પીન્ટુ ભાઈ કારેલીવાળા, જીલ્લા પંચાયત માજી સભ્ય લાલાભાઈ ઉર્ફે ધનંજય ભટ્ટ, ભુપેન્દ્રસિંહ વેડચવાળા , સરપંચ શ્રી વેડચ ગામ પંચાયત સરપંચ શ્રી ઉબેર ગામ પંચાયત તથા આજુબાજુના ગામોના સરપંચો, સભ્યો,તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, આ સમયે મયુર ચાવડા સાહેબ દ્વારા લોકો ને ચોરી કે ટ્રાફિક વિશે ના પ્રોબ્લેમ વિશે માહિતી મેળવી હતી તથા જેમ બને તેમ લોકો પોલીસ સ્ટેશન માં આવવા કરતા સમાધાન નો રસ્તો હોય તો તેની ઉપર વધુ ધ્યાન આપવા અપીલ કરી હતી તથા સાઈબર ગુન્હાઓ ને જલ્દી રોકી શકાય તે માટે હેલ્પલાઇન ૧૯૩૦ પર કોલ કરવા તથા ૧૯૩૦ નંબર ની જાણ દરેક લોકો સુધી પહોંચાડવા જણાવ્યું હતું.તથા દરેક વ્યક્તિ એ લાયસન્સ અને હેલ્મેટ ના નિયમો નું ફરજિયાત પાલન કરવા જણાવ્યું હતું.તથા વેડચ પોલીસ સ્ટેશન ના કામકાજ વિશે લોકો સંતુષ્ટ છે કે કેમ તેની પણ લોકો પાસે માહિતી લીધી હતી.જેમા દરેક વ્યક્તિ એ વેડચ પોલીસ ની કામગીરી સારી છે, કોઈ ને પણ ખોટી રીતે હેરાનગતિ થતી નથી તથા બધા હિન્દુ મુસ્લિમ તમામ ભાઈ ચારાથી રહે છે એવા સૂચનો લોકો એ પોલીસ અધિક્ષણ સાહેબ ને આપ્યા હતા. વેડચ પોલીસ સ્ટાફ દ્વારા આ લોકદરબાર નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું .
રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર