
ભરૂચ જિલ્લાના જંબુસર
શ્રી ગાયત્રી મંદિર, જંબુસરનો ૪૧મો સ્થાપના દિવસ ધામધૂમથી યોજાયો
જંબુસર: ગાયત્રી તીર્થ શાંતિકુંજ, હરિદ્વાર
દ્વારા પ્રેરિત ગાયત્રી શક્તિપીઠ-જંબુસર દ્વારા શ્રી ગાયત્રી મંદિર, જંબુસરના ૪૧મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ
આ પાવન અવસર પર પ.પૂ. ગુરુદેવ, વંદનીય માતાજી અને હિમાલયના સૂક્ષ્મ ઋષિગણોના આશીર્વાદથી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
કાર્યક્રમમાં ગાયત્રી મંત્ર જપ, ગાયત્રી યજ્ઞ અને સંસ્કાર વિધિઓ, “અપનો સે અપનો બાત” અને મહાપ્રસાદ જેવા વિવિધ આયોજનો થયા.
આ સમગ્ર ઉત્સવ ગાયત્રી શક્તિપીઠ, જંબુસર ખાતે યોજાયો, જેમાં ગાયત્રી પરિવારના તમામ સાધક ભક્તો માતાજીના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટ દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર