તા : 26/5/25 ના રોજ મોડાસા મા મહિલાઓ મા વધતી જતી બીમારીઓ થી કઈ રીતે બચી શકાય, ફિટનેસ,હેલ્થ અવેરનેસ્સ માટે **બોડીઝોન ફિટનેસ સેન્ટર,*મોડાસા* મા એક હેલ્થ સેમિનાર કરવામાં આવ્યો. જેમાં ર્ડો સાહિનબેન કાજી(મુખ્ય મેહમાન )એ બેહનો જીમ આવી ને પોતાની ફિટનેસ જાળવી શકે,રોગપત્રિકારક શક્તિ વધારી બીમારીઓ સામે લડી શકે.અને મહિલા સશક્તિકરણ ને સાર્થક બનાવી શકાય એ જણાવ્યું.જીમ ના ફાયદાઓ થી માહિતગાર કર્યા. જીમ ના ઓનર પરવીન બેને જીમ ના ની રૂપરેખા આપી જુદા જુદા મશીનો થી બહેનોને માહિત ગાર કર્યા. કસરત ના ફાયદાઓ વિશે સમજાવ્યું. સમતોલ આહાર લઈ તો આપણે દવાઓ વિના સારુ જીવન જીવી શકીયે. એ વિશે સમજાવ્યું સમગ્ર કાર્યક્રમ નું સરસ સંચાલન રસીદાબેન એ કર્યું. કાર્યક્રમ ને સફળ બનાવવા માટે બોડીઝોન ફિટનેસ સેન્ટર એ બધા જીમ મેમ્બર્સ, મેહમાનો, સમીમબેન બાકરોલીયા, સગુફતાબેન નો આભાર વ્યક્ત કર્યો.