ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચીલઝડપનો ગુનો શોધી કાઢી બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ
પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં ગઈ તા.૧૫/૦૪/૨૫ ના રોજ ભચાઉ ખાતે બે અજાણ્યા ઇસમો મોટરસાયકલમાં આવી એક મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેંચી નાશી ગયેલ. જે આરોપીઓની એલ.સી.બી. ટીમ દ્વારા શોધખોળ ચાલુ હતી. દરમ્યાન બાતમી હકીકત આધારે તેમજ સી.સી.ટી.વી. કેમેરા આધારે રાજકોટ ખાતેથી આ ચીલઝડપમાં મદદગારી કરનાર ઇસમોને શોધી કાઢી તેઓની પુછપરછ કરતા પોતે આ ગુનો કરેલાની કબુલાત આપતા નીચે જણાવેલ બે આરોપીઓને પકડી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ભચાઉ પો.સ્ટે ને સોંપવામાં આવેલ…
પકડાયેલ આરોપીઓનાં નામ….
(૧) અરવિંદ ઉર્ફે કની પોલાભાઈ કાંજીયા (દેવીપુજક) ઉ.વ. ૨૬ ૨હે. નવાગામ, મામાવાડી,ગ્રીનલેન્ડ ચોકડી પાસે રાજકોટ
(૨) અજય ઉર્ફે અજુ સંજયભાઈ સોલંકી (દેવીપુજક) ઉ.વ. ૨૧ રહે. ચુનાળા ચોક,શેરી નં.૧, આજી નદીના કાંઠે, રાજકોટ
…
રિપોર્ટ બાય .. સલીમ કોરેજા..