મુંદરા તાલુકામાંથી સાર્દીરેતી ખનિજનુ ગેરકાયદેસર ખનન/વહન કરતા એક સેની કમ્પનીનુ એસ્કેવેટર તથા એક ડમ્પર ઝડપાયા
માન. કલેકટરશ્રી આનંદ પટેલ(IAS) ની સુચના તથા ભૂસ્તરશાસ્ત્રીશ્રી અંજાર(પૂર્વ-કચ્છ) ના માર્ગદર્શન હેઠળ મુંદરા તાલુકામાં ગેરકાયદેસર ખનન/વહન/સંગ્રહની ખાનગી રાહે મળેલ બાતમીના આધારે સવાલવાળા સ્થળપર વોચ રાખી ભુસ્તરશાસ્ત્રીશ્રી, અંજાર કચેરીના રોયલ્ટી ઇન્સ્પેક્ટર એચ.ડી પટેલ, માઇન્સ સુપરવાઇઝર જી.આર. પરમાર તથા માઇન્સ સુપરવાઇઝર એમ.એસ.ગોજિયા દ્વારા તા.૧૬/૦૭/૨૦૨૫ ના રોજ રાત્રીના સમયે મોજે.ભોરારા નદી પટ્ટ વિસ્તાર તા.મુંદરા ખાતે તપાસ હાથ ધરવામાં આવેલ જેમાં સાદીરતી ખનિજનુ ગેરકાયદેસર ખનન/વહન કરતા એક સની કંપનીનુ એસ્કેવેટર સીઝ કરી સાીરેતી ખનીજના ખનન વાળા વિસ્તારની માપણી કરી આગળની નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ મુંદરા તાલુકાના મંગરા વિસ્તારમાંથી સાદીરતી ખનીજના વહન અન્વયે એક ડમ્પર સીઝ કરી આગળની નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેમજ આ તપાસ દરમ્યાન અંદાજીત કુલ- ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. સદરહુ વાહન ચાલકશ્રી/માલિકશ્રી વિરુધ્ધ ગુજરાત મિનરલ્સ(પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન, એન્ડ સ્ટોરેજ) રુલ્સ-૨૦૧૭ ના નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રિપોર્ટ બાય સલીમ કોરેજા