ડીસા ખાતે PM-KISAN યોજનાનો ભવ્ય ઉત્સવ — 52 લાખથી વધુ ખેડૂતોને રૂ. 11,800 કરોડની સહાય, પ્રાકૃતિક ખેતી માટે પણ પ્રેરણા
વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ-કિસાન (PM-KISAN) યોજના હેઠળ દેશભરના 52.75 લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં રૂ. 11,800 કરોડની 17મી કિસ્ત સીધી DBT પદ્ધતિ દ્વારા જમા કરવામાં આવી. આ અવસરે દેશભરમાં “પીએમ કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરવામાં આવી.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આ ભવ્ય કાર્યક્રમ શ્યામ કોલ્ડ સ્ટોરેજ, માલગઢ, ભીલડી હાઈવે ખાતે યોજાયો હતો. જેમાં રાજ્યના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી. ખાસ કરીને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા અને ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તેમનું ઉક્તિગૌરવ વધાર્યું.
કાર્યક્રમમાં જીલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા ખેતીવાડી અધિક્ષક શ્રી મયુર પટેલ, ડીસાના તથા સમગ્ર જિલ્લાના કૃષિ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સહયોગથી સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સંઘટિત અને સફળ બન્યો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ સંબોધન આપ્યું હતું અને જણાવ્યું હતું કે “આ સહાય માત્ર રકમ નથી, એ ખેડૂત માટે આત્મવિશ્વાસ છે.” તેમણે ટેકનોલોજી, નવીનતા અને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ અવસરે વિવિધ કૃષિ વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી. જિલ્લા ખેતીવાડી વિભાગના અલગ-અલગ વિભાગોના કર્મચારીઓ દ્વારા માર્ગદર્શન માટે માહિતી સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. જેમાં ખેડૂતોને ઓર્ગેનિક ખેતી, બીજ ઉપચાર અને નવીન કૃષિ ઉપાયો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી
રિપોટર પ્રવીણ માલી
બ્યુરો ચીફ બનાસકાંઠા
ઇન્ડિયા TV ન્યૂઝ