*જિલ્લા રોજગાર કચેરી-ડાંગ, ઔધ્યોગિક તાલીમ સંસ્થા-વઘઈ અને વર્લ્ડ વિઝન ઇન્ડિયા-ડાંગના સંયુક્ત ઉપક્રમે યોજાયો રોજગાર ભરતી મેળો :*
–
ઝાકિર ઝંકાર: આહવા: તા: ૨૧:
જિલ્લા રોજગાર કચેરી-ડાંગ, ઔધ્યોગિક તાલીમ સંસ્થા-વઘઈ અને વર્લ્ડ વિઝન ઇન્ડિયા-ડાંગના સંયુક્ત ઉપક્રમે વઘઈ ખાતેનપ્રથમ વખત રોજગાર ભરતી મેળો આયોજિત કરાયો હતો.
ITI વઘઈ ખાતે બેરોજગાર ભાઈ/બહેનો માટે આયોજિત આ ભરતી મેળામાં MRF કંપની-દહેજ અને ક્રેડિટ એક્સેસ ગ્રામીણ લિમિટેડ બેંક-ધરમપુર તરફથી રોજગાર ભરતી તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર પણ આયોજિત કરાઈ હતી. જેમાં ITI ના પ્રિન્સીપાલ શ્રી ડી.એસ.આહીર, રોજગાર કચેરી આહવાના પ્લેસમેન્ટ ઓફીસર ઝાહિદ રાજ, MRF કંપનીના HR શ્રી દીપેશ, ક્રેડિટ એક્સેસ બેંકના કર્મચારી શ્રી ધર્મરાજ તથા વર્લ્ડ વિઝન ઇન્ડિયા-વઘઈના પ્રોગ્રામ ઓફીસર શ્રી પ્રસન્ના આર. ઉપસ્થિત રહ્યા હતા.
દરમિયાન પ્રિન્સીપાલ આહીરે વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા પ્રથમવાર રાખવામાં આવેલા આ ભરતી મેળા સહિત સંસ્થાની કામગીરીની સરાહના કરી, 41 જેટલા ગામોમાં આંગણવાડી અને સ્કુલ કોમ્યુનિટીની ઉન્નતિ અને બાળકો માટે કટીબધ્ધ રીતે કામ કરતી સંસ્થા સાથે મળીને, બાળકોને વધુ રોજગારી મળે એવા સહિયારા પ્રયત્નોની હિમાયત કરી હતી.
બાદ રોજગાર મેળાના ઇન્ટરવ્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ડાંગ, તાપી, અને નવસારી જિલ્લાના ૧૮ થી ૨૫ વર્ષના આશરે 70 જેટલા ઉમેદવારો હાજર રહ્યા. જે પૈકી MRF કંપની દ્વારા 40 જેટલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી.
વર્લ્ડ વિઝન ઇન્ડિયા-ડાંગ દ્વારા પ્રથમવાર રાખવામાં આવેલા આ ભરતી મેળાને સફળ બનાવવા માટે વઘઈ ITI પરિવાર, વર્લ્ડ વિઝન ઇન્ડિયાનો સ્ટાફ, તથા રોજગાર કચેરીના કર્મચારીઓએ મહત્વની ભાગીદારી નોંધાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
–