

આમ આદમી પાર્ટીના માયનોરેટી પ્રમુખ દ્વારા મોડાસા નગરપાલિકાના સીસી રોડ બનાવતા કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ રોકવા બાબતે મોડાસા નગરપાલિકા ના મુખ્ય અધિકારી શ્રી ને એક પત્ર પાઠ્વ્યો
આમ આદમી પાર્ટી અરવલ્લી જિલ્લા માઈનોરીટી પ્રમુખ ઉસ્માન લાલા દ્વારા મોડાસા નગરપાલિકા વિસ્તારમાં રોડ રસ્તા નો સીસી કામ ચાલતું હોય અને ઘણી જગ્યાએ પૂર્ણ પર થયેલ હોય આ કામ કોન્ટ્રાક્ટરોને ટેન્ડરિંગ દ્વારા આપવામાં આવે છે અને તેમાં ઘણી બધી શરતો મૂકવામાં આવે છે ક્વોલિટી અને કોન્ટીટીને લઈને પણ તેમાં ખાયકી થઈ હોય તેવું દેખાઈ આવે છે .પરંતુ આ કોન્ટ્રાક્ટરો દ્વારા ક્વોલિટી પણ સચવાઈ નથી કે કોન્ટીટી પણ જળવાઈ રહી નથી મોડાસાના નગરપાલિકા વિસ્તારમાં ઘણા રસ્તાઓ જે એક બે મહિના પહેલા બને છે તેમની કાંકરી પણ નીકળવા શરૂ થઈ ગયેલ છે અને આનુ કોઈ ફિનિશિંગ પણ દેખાતું નથી ઘણી જગ્યાએ હાલ પણ રસ્તા બનાવવાનું સીસી રોડનું કામ ચાલુ છે પરંતુ અમારી નજરોમાં આવતા અમુક સોસાયટીઓ જેવી કે આશિયાના,શમા,ગરીબ નવાજ ના મેન રોડ નું કામ જાણે કે ફાટેલા કપડાને થીગડા માર્યા હોય તે રીતનું થયેલ છે ગટર લાઈનનું પણ કામ હોય કામ અધુરો ટુકડે ટુકડા થયેલ હોય કામમાં ઘણી બેદરકારી કોન્ટ્રાક્ટરે રાખેલ છે આ કામના કોન્ટ્રાક્ટરોને પૈસા આપવામાં આવે છે પરંતુ જે રીતે ટેન્ડર હોય છે તે રીતે કામ કરતા નથી આ કામ માટે મોડાસા નગરપાલિકાના એન્જિનિયર અને સુપરવાઇઝરને દેખરેખમાં કામ થતું હોય છે તો પછી કોન્ટ્રાક્ટરો કોની રહેમ નજરે લોકહિતના કામોને અને લોકોના ટેક્સના પૈસા થી બનતા આવા રોડ રસ્તા ને કોની રહેમ નજરથી બનાવે છે આની અંદર ખાયકી થઈ હોય તેવું દેખાઈ આવે છે આ પત્રમાં વરસાદી પાણીને નિકાલની ગટરો બનેલ છે તેનો પણ સમારકામ બરાબર કરેલ નથી અને ગટરો ની અંદર રોડ બનાવતી વખતે પડી ગયેલ મટીરીયલ સિમેન્ટ , કપચી પડે છે ચોક્પ થઈ ગયેલ છે ઢાંકણા ની નીચે બરાબર ફિનિશિંગ ના કરવાથી રોડ પણ ઝડપથી તૂટી જાય તેવું દેખાઈ આવે છે આ બાબતે આમ આદમી પાર્ટીના અરવલ્લી જિલ્લામ પ્રમુખ ઉસ્માન લાલા દ્વારા લેખિતમાં માગણી કરી છે કે આવા કોન્ટ્રાક્ટરોના બિલ પેમેન્ટ રોકવામાં આવે અને જ્યાં સુધી રોડ રસ્તા ગટર લાઈન નું કામ બરાબર ન કરે ત્યાં સુધી તેમનું પેમેન્ટ આપવામાં આવે નહી જો આ કોન્ટ્રાક્ટરોને રોડ રસ્તા ના પેમેન્ટ આપવામાં આવશે તો આમ આદમી પાર્ટી દ્વારા લોકહીતો ના કામો ને ધ્યાનમાં લઇ આવતા દિવસોમાં ગાંધીચીધ્યા માર્ગે મોડાસાના નગરપાલિકા સામે જન આંદોલન કરવાનું પણ જણાવ્યું છે અને તેની તમામ જવાબદારી મોડાસા નગરપાલિકાના સત્તાધિસોની રહેશે તેવું પત્રમાં જણાવવામાં આવ્યું છે આમ આદમી પાર્ટીના અરવલ્લી જિલ્લા માઈનોરીટી પ્રમુખ ઉસ્માનલાલા મોડાસા નગરના લોકો ને અપિલ કરે છે કે જ્યાં પણ રોડ રસ્તા બરાબર ના બનાવેલ હોય તો મોડાસા નગરપાલિકાના સત્તાધિશો ને એક અરજી લખી વિરોધ નોધાવો જોઇએ