

- *સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે જિલ્લા કક્ષાની ૧૪ મી રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ ક્વિઝ સ્પર્ધા યોજાઈ :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૧૮:
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત ૧૪ મી રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ લેખિત ક્વિઝ ગુજરાતના તમામ જિલ્લા કક્ષાએ આયોજીત કરવામાં આવી રહેલ છે. જે અંતર્ગત આજ રોજ ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સંચાલિત “ડાંગ જિલ્લા કક્ષાની સ્વામી વિવેકાનંદ ક્વિઝ સ્પર્ધા” સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા આહવા ખાતે યોજાઇ હતી.
જેમાં ડાંગ જિલ્લાની કુલ ૧૬ શાળાના, શાળા વિજેતા પ્રથમ નંબરના ૧૬ વિધાર્થીઓએ ભાગ લીધો હતો.
આ ક્વિઝ કાર્યક્રમ દરમિયાન એસ.વી.એસ. કન્વીનર આચાર્ય શ્રી અમરસિંહ ગાગુર્ડેના અધ્યક્ષ પદે સ્મૃતિભેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૬ વિધાર્થી, ૧૬ શિક્ષકો અને ૧૬ શાળાને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્મૃતિભેટ વિતરણ થયું.
આ પ્રસંગે આચાર્યશ્રી, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રતિનિધિ દત્તાત્રેય મોરે, સંચાલક શિક્ષક શ્રી રાજેશભાઈ રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં.
–