
માતાનામઢ / લખપત (કચ્છ):
આજે લખપત તાલુકાના યુવાન પ્રતિનિધિ મુસ્તાક નોતિયાર દયાપર દ્વારા રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે મહત્વપૂર્ણ મુલાકાત યોજાવાની છે. આ મુલાકાત દરમિયાન લખપત તાલુકામાં આવેલ સર સેનાપતિની ઐતિહાસિક જગ્યાના વિકાસ માટે ચર્ચા–વિચારણા કરવામાં આવશે.
આ ઉપરાંત, લખપત તાલુકામાં દિવ્યાંગોને રોજગારી અને સ્વરોજગારી માટે સતત કાર્યરત દિવ્યાંગ સપોર્ટ સેન્ટરની બેસ્ટ કામગીરી, તેની સિદ્ધિઓ તથા ભવિષ્યની યોજનાઓ અંગે પણ માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવા માટે લખપત તાલુકામાં કરવામાં આવી રહેલી કામગીરી રાજ્યસ્તરે મોડલરૂપે ઉભરી આવી રહી છે, ત્યારે આ મુલાકાતથી ઐતિહાસિક સ્થળોના સંરક્ષણ તેમજ દિવ્યાંગ કલ્યાણ માટે નવી દિશા અને સહયોગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી
રિપોર્ટ બાય આદમ નોતિયાર
ઇન્ડિયન ટીવી ન્યૂઝ લખપત
Mo 9979330250