

*સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવા સાઇબર અવરનેશ કાર્યક્રમનું આયોજન :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૧૩
વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા અને સાયબર ગુનાઓ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી આજરોજ ડાંગ જિલ્લા સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવા ખાતે સાઇબર અવરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય વક્તા આહવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી મહેશભાઇ જી. ઢોઢીયાએ સાઇબર ક્રાઇમ ના વિવિધ પ્રકારો જેમાં ફિસીંગ, ઓનલાઇન ફ્રોડ અને સ્કેમ કોલ, સોસિયલ મિડીયા તથા મોબાઇલ સેફ્ટી, ડિજીટલ પેમેન્ટ અને ઓનલાઇન બેંકીગ સેફ્ટી તેમજ સાઇબર ક્રાઇમ રીપોર્ટીંગની પ્રક્રિયા (1930 Helpline / Portal) અંગે વિસ્તૃત અને વ્યવહારુ માહિતી આપી હતી. તેઓએ વાસ્તવિક કેસોના ઉદાહરણો દ્વારા તેમણે વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા અંગે ઊંડાણપૂર્વક સમજ વિકસાવી હતી.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ સત્ર પણ યોજાવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ સાઇબર ક્રાઇમ તથા ઓનલાઇન સેફ્ટી સંબંધિત પ્રશ્નો પૂછ્યા અને સંતોષકારક માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
દરમિયાન IQAC કો-ઓર્ડિનેટર ડૉ. દિલીપકુમાર ગાવિતે પ્રસંગોચિત ઉદ્દબોધન આપ્યું હતું. જેમાં તેમણે સાઇબર એવરનેશના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી અને વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા તથા જવાબદાર ડિજિટલ વર્તણૂક અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં.
આ સેમિનારમાં કોલેજના વિવિધ વિભાગના કુલ ૧૭૦ વિદ્યાર્થીઓઓ તેમજ કોલેજના પ્રાધ્યાપકશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
–