

*સાપુતારા ખાતે દક્ષિણ ગુજરાત ડી.એલ.એડ અને બી.એડ. કોલેજોનો ઝોન કક્ષાનો રમતોત્સવ યોજાયો:*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૧૩
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત દક્ષિણ ગુજરાતના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંલગ્ન બી.એડ. તથા ડી.એલ.એડ. કોલેજોનો ઝોન કક્ષાનો રમતોત્સવનું યજમાન પદ ડાંગને મળતા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ દ્વારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સાપુતારા ખાતે “ઝોન કક્ષાનો રમતોત્સવ – ૨૦૨૬” યોજાયો હતો.
આ તબ્બકે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતી પૂજા યાદવે સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ખો-ખો, વોલીબોલ, લાંબીકૂદ, ગોળા ફેંક, યોગાસન, ૧૦૦ મીટર દોડ, ચક્રફેક રમતોત્સવને ખુલ્લો મુકી પ્રેરણાદાયી સંદશો આપી પ્રોત્સાહિત કર્યાં હતાં. આ ઉપરાંત જીસીઈઆરટી – ગાંધીનગરથી સ્ટેટ લેવલ રમત કન્વીનર ડો. રવેસિંહ પરમાર તથા ડાંગ જિલ્લા પર્વતારોહક શ્રી ભવાન રાઠોડે પણ પ્રસંગોચિત ઉદબોધન કરી સૌ ખોલાડીઓને પ્રેરીત કર્યા હતાં.
–