

*આહવા તાલુકાના ધવલીદોડ ગામે કલસ્ટર બેઇઝ પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ :*
-*આહવા તાલુકાના ધવલીદોડ ગામે કલસ્ટર બેઇઝ પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૧૬
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગોંડલવીહીર ક્લસ્ટરમાં સમાવિષ્ટ ધવલીદોડ ગામે કલસ્ટર બેઇઝ પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રગતિશીલ ખેડૂત શ્રી ઉમેશભાઇ રાઉત, કૃષિ સખી શ્રીમતી સવિતાબેન વિજયભાઈ બાગુલે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેઓએ પ્રાકૃતિક ખેતીમાં પાંચ આયામનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એની વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. જેમાં જીવામૃત, ઘન જીવામૃત બનાવવાની રીત અને ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે એની સમજ આપી હતી.
પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે ઝેર મુક્ત અનાજ અને શાકભાજીની ખેતી કરી દરેક લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે માહિતી આપી હતી. આ સાથે જ ખેડૂતોને જીવામૃત કેવી રીતે બનાવવાનું તે અંગેની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.
–