

*ડાંગ જિલ્લાની સરકારી વિજ્ઞાન કોલેજ આહવા દ્વારા મહાલપાડા પ્રાથમિક શાળા ખાતે NSS સાત દિવસીય ખાસ શિબિરનું આયોજન :*
–
ઝાકિર ઝંકાર આહવા: તાં: ૨૨
ડાંગ જિલ્લાની સરકારી વિજ્ઞાન કોલેજ આહવા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ ના NSS સાત દિવસીય ખાસ શિબિરનું આયોજન આહવા તાલુકાના મહાલપાડા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યકમનું આયોજન કોલેજના આચાર્યશ્રી. ડૉ.એ.જી.ધારીયાના માર્ગદર્શન હેઠળ NSS પ્રો.ઑફિસર ડૉ.જે.જે.ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કોલેજના આચાર્યશ્રી તેમજ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજના સિન.અધ્યાપક ડૉ.ડી.એમ. ગાવિત અને ગામના સરપંચશ્રી,એસ.એમ.સી અધ્યક્ષ તેમજ સ્કૂલના આચાર્યશ્રી આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવશ્રીઓએ સ્વયંસેવકોને માર્ગદર્શન આપ્યું હતું.
–