
*ડાંગના જામલાપાડા ગામે કલસ્ટર બેઇઝ પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૨૭
ડાંગ જિલ્લાના જામલાપાડા ગામે કલસ્ટર બેઇઝ પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ તાલીમમાં પ્રાકૃતિક ખેતીમાં પાંચ આયામનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એની વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. જેમાં જીવામૃત, ઘન જીવામૃત બનાવવાની રીત અને ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે એની સમજ આપવામાં આવી હતી.
પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે ઝેર મુક્ત અનાજ અને શાકભાજીની ખેતી કરી દરેક લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે માહિતી આપી હતી. ખેડૂતોને જીવામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર વગેરે ખરીદી કરવાની પણ સમજણ આપી.
–