
લખપત તાલુકામાં દિવ્યાંગ રોજગારી માટે ઉત્તમ કામગીરી બદલ સન્માન
આજ રોજ *ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ડો. પધ્યુમન વાજા સાહેબ* દ્વારા લખપત તાલુકામાં દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારી અને સ્વરોજગારી ઉપલબ્ધ કરાવવામાં નોંધપાત્ર તથા બેસ્ટ કામગીરી બદલ પ્રશંસા કરવામાં આવી હતી.
આ પ્રસંગે માતાનામઢના પૂર્વ સરપંચ શ્રી સુરેન્દ્રસિંહના સાથ-સહકાર અને દિવ્યાંગ સપોર્ટ સેન્ટરના પ્રમુખ શ્રી આદમ નોતિયારની સતત મહેનત અને સમાજસેવાની ભાવનાને બિરદાવવામાં આવી હતી.
દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી કરવામાં આવેલી આ કામગીરીને રાજ્ય કક્ષાએ માન્યતા મળતા લખપત તાલુકામાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ હતી.🙏🙏🙏🙏❤️❤️❤️❤️