આહવા ના આંબેડકર હોલ ખાતે સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજ ની જન્મ જયંતિની ઉજવણી
ઝાકિર ઝંકાર:આહવા: તા,૧
સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની ૬૪૯મી જન્મજયંતિ નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સંત શ્રી રવિદાસ મહારાજના વિચારોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કાર્યક્રમમાં રાજુભાઈ, સાગરભાઈ, ઉમેશભાઈ, ઈશ્વરભાઈ સહિત સમાજના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા. તેમજ જનસેવા ગ્રુપના પ્રમુખ બંટિ બચ્ચાવ, ભારતીય જનતા પાર્ટી એસ.સી. મોરચાના મહામંત્રી ધીરેનભાઈ ઝાંજરે વિશેષ ઉપસ્થિતિ આપી કાર્યક્રમની શોભા વધારી હતી.
વક્તાઓએ સંત શ્રી રવિદાસ મહારાજના સમતા, સમરસતા અને માનવતાના સંદેશને જીવનમાં ઉતારવાની અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો.