


*આહવા તાલુકા પંચાયત પ્રમુખે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું*
ઝાકિર ઝંકાર | આહવા : તા. ૩
આજરોજ ડાંગ જિલ્લાના ગડદ ગામ પાસે બે મોટરસાયકલ સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.
અકસ્માતમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. એક ઘાયલને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે લોહી લુહાણ હાલતમાં રહેલી એક ઘાયલ મહિલાને શ્રી ચૌધરીએ પોતાની અર્ટિગા કારમાં તાત્કાલિક આહવા સિવિલ હોસ્પિટલ પહોંચાડી જીવન બચાવ્યું હતું.
હોસ્પિટલમાં ઘાયલોને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળે તે માટે ડોક્ટર અને સ્ટાફને પણ સૂચનાઓ આપવામાં આવી હતી. સમયસર લેવાયેલા નિર્ણય અને માનવતાભર્યા કાર્ય બદલ સ્થાનિક લોકો દ્વારા શ્રી સુરેશભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.