
દંડકેશ્વર મહાદેવ મંદિર આહવા ખાતે સંતવાણી અને લોક ડાયરા નું આયોજન
*ઝાકિર ઝંકાર : આહવા*
ડાંગ જિલ્લાના આહવા ખાતે મહા શિવરાત્રિના પાવન અવસરે દંડકેશ્વર મહાદેવ મંદિર ખાતે તા. ૧૫/૦૨/૨૦૨૬, રવિવારના રોજ રાત્રે ૮:૦૦ કલાકે ભવ્ય લોક ડાયરો અને સંતવાણી નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમનું આયોજન સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં લોકપ્રિય કલાકાર *હિતેશ પટેલ* અને *પિયુષ કુમાર* પોતાની સંતવાણી અને ભજનોથી ભક્તોને આધ્યાત્મિક રસપાન કરાવશે.
આયોજકો દ્વારા સર્વે ભક્તજનોને પરિવાર સાથે ઉપસ્થિત રહી લોક ડાયરાનો લહાવો લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.