મહેસાણા કડી તાલુકા ના સેદરાણા ગામના ખેતરમાં જોવા મળ્યું દુર્લભ ‘ચિલોત્રો’ પક્ષી
કડી તાલુકાના સેદરાણા ગામમાંથી પર્યાવરણ અને વન્યજીવ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.
સેદરાણા ગામના સ્થાનિક ખેડૂત ચંદ્રકાંતભાઈ વાઘેલા ના ખેતરમાં છેલ્લા એક વર્ષથી દુર્લભ અને આકર્ષક એવું ચિલોત્રો પક્ષી જોવા મળી રહ્યું છે
કેવી રીતે ખબર પડી
ખેડૂત ચંદ્રકાંતભાઈના જણાવ્યા અનુસાર, તેમની સેદરાણા ગામની સીમમાં આવેલી વાડી
ખેતરમાં આસોપાલવનું ઝાડ આવેલું છે.
આ ઝાડ પર જાંબુ જેવા કાળા રંગના ફળો આવે છે, જેને ખાવા માટે આ ‘ચિલોત્રો’ પક્ષી નિયમિતપણે અહીં આવે છે
વર્ષ 2025 થી લઈને અત્યાર સુધી 2026 આ પક્ષી સતત મારા ખેતરમાં આસોપાલવના ફળ ખાવા માટે આવી રહ્યું છે
ચંદ્રકાંતભાઈ વાઘેલાખેડૂત, સેદરાણા
ચિલોત્રો’ પક્ષીનું મહત્વ
જંગલ વિસ્તારનું પક્ષી સામાન્ય રીતે ચિલોત્રો પક્ષીઓ જૂનાગઢના ગિરના જંગલો કે ગીચ વન વિસ્તારોમાં જોવા મળે છે,
જ્યાં અગાઉ વન વિભાગ દ્વારા 40 જેટલા પક્ષીઓ છોડવામાં આવ્યા હતા.
મેદાની વિસ્તારમાં આગમન જંગલ વિસ્તારથી દૂર કડી તાલુકાના સેદરાણા જેવા ગ્રામીણ અને ખેતીલાયક વિસ્તારમાં આ પક્ષીનું સતત એક વર્ષથી આવવું એ ખૂબ જ રસપ્રદ અને આશ્ચર્યજનક ઘટના માનવામાં આવે છે
ખેડૂત ચંદ્રકાંતભાઈ દ્વારા આ પક્ષીની હાજરી અને તેના ખોરાક આસોપાલવના ફળ અંગેનો વીડિયો બનાવીને કુદરત પ્રેમીઓમાં અને સ્થાનિક વિસ્તારમાં કુતુહલ જગાડ્યું છે.
રિપોર્ટર : ધ્રુમિ પટેલ,કડી મહેસાણા