મહેસાણા ના કડી હાઈવે પર આજે સવારે તેલ ભરેલું ટેન્કર પલટ્યું, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
મહેસાણા ના કડી શહેરના હાઈવે સ્થિત ત્રણ રસ્તા પાસે એન. સી. દેસાઈ પેટ્રોલ પંપ નજીક એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે.
કડી તરફથી નંદાસણ તરફ જઈ રહેલું તેલ ભરેલું ટેન્કર વળાંક લેતી વખતે અચાનક પલટી મારી ગયું હતું.
હજારો લીટર તેલનો બગાડ ટેન્કર પલટી જતાં તેમાંથી હજારો લીટર તેલ રસ્તા પર અને આસપાસના ખાડાઓમાં ઢોળાઈ ગયું હતું.
લોકોની પડાપડી ઘટનાની જાણ થતાં જ આજુબાજુના સ્થાનિક લોકો ડોલ, કેરબા અને જે વાસણ હાથમાં આવ્યા તે લઈને ઢોળાયેલું તેલ ભરવા માટે દોડી આવ્યા હતા
આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી.
સ્થળ પર ઘટના અંગેની જાણ થતાં જ
કડી પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો
રિપોર્ટર: ધ્રુમિ પટેલ,કડી મહેસાણા