નીટ (NEET) પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટીનું આક્રમક પ્રદર્શન: શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
દેશભરમાં ચકચાર જગાવનારા નીટ (NEET) પેપર લીક અને પરીક્ષાની પારદર્શિતા સામે હવે રાજકીય ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આજે વિદ્યાર્થીઓના સમર્થનમાં એક મોટું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે.
AAP નેતાઓએ આક્ષેપ કર્યો છે કે નીટ પેપર લીક થયાના દોઢ મહિનામાં જ અલગ-અલગ રાજ્યોમાંથી અનેક વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે.
પ્રદર્શન દરમિયાન એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં અનેકવાર પેપર લીક થવાની ઘટનાઓ બની છે, છતાં સરકાર જવાબદાર લોકો સામે પગલાં લેવામાં નિષ્ફળ રહી છે.
આ વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શિક્ષણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચારને લઈને સરકારની આકરી ટીકા કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓએ સરકારને ચેતવણી આપી છે કે વિદ્યાર્થીઓના હિત અને ન્યાય માટે આ આંદોલન વધુ તેજ કરવામાં આવશે.
રાજકોટ બ્યુરો