*ભારે વરસાદ વચ્ચે તંત્રને એલર્ટ મોડ પર રહેવા સૂચના*
*દાહોદ જિલ્લામાં વરસાદના રેડ એલર્ટના પગલે શાળાઓ-કોલેજો-આંગણવાડીઓમાં તા. 24/07/2026 ના શુક્રવારના રોજ રજા જાહેર કરાઈ*
દાહોદ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને કોઈપણ કટોકટીની સ્થિતિમાં ત્વરિત રિસ્પોન્સ માટે સતત સજ્જ રહેવા કલેકટરશ્રી દ્વારા દાહોદ જિલ્લાના અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી છે.
ચોમાસા દરમિયાન નદી-નાળા કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો તુરંત એલર્ટ મોકલવા અને નાગરિકોની સુરક્ષા માટે તમામ સંબંધિત તંત્રને એલર્ટ મોડ પર રહેવા જણાવ્યું હતું.
દાહોદ જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદને પગલે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને દાહોદ જિલ્લાના તમામ તાલુકાના શાળાઓ-કોલેજો, આંગણવાડીઓ સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં આવતી કાલે તારીખ – 24/07/2026 ના શુક્રવારના રોજ રજા જાહેર કરવામાં આવી છે.
*હસમુખ પ્રજાપતિ*