દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં આજે સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓને લઈને વિરોધ નોંધાવ્યો.
પ્રદર્શન દરમિયાન પોલીસે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યવાહી હાથ ધરી હતી. કોંગ્રેસના કાર્યકરોના જણાવ્યા મુજબ, પોલીસ દ્વારા અનેક કાર્યકરોને અટકાયતમાં લઈ પોલીસ વાહનમાં બેસાડી હિંમતનગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ તરફથી સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.
આ ઘટનાને પગલે હિંમતનગરમાં રાજકીય માહોલ ગરમાયો હતો. કોંગ્રેસના નેતાઓએ પોલીસની કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત કરી લોકશાહી હક્કોના રક્ષણની માંગ કરી હતી, જ્યારે સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.રિપોર્ટ મોઈદ ખાન પઠાણ હિંમતનગર