ધોધમાર વરસાદથી વિરમગામ એસટી સ્ટેન્ડ જળબંબાકાર, ડેપોમાં પાણી ભરાતા બસોની અવરજવર ખોરવાઈ
વિરમગામ શહેરમાં ભારે વરસાદની આગાહીના પગલે ગત રાત્રિથી વહેલી સવારે અંદાજે સાત વાગ્યા સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત વરસાદને કારણે વિરમગામ એસટી સ્ટેન્ડ તેમજ એસટી ડેપોમાં વરસાદી પાણી ભરાઈ જતાં બસોની અવરજવર પર અસર જોવા મળી હતી.
એસટી સ્ટેન્ડ પર પાણી ભરાવાને કારણે અનેક બસો સ્ટેન્ડની બહાર જ ઉભી રાખવાની ફરજ પડી હતી, જેના કારણે બસોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી અને જનજીવન પણ પ્રભાવિત બન્યું હતું.
રિપોર્ટર : ધરા પટેલ,સાણંદ અમદાવાદ