

સાણંદ તાલુકા ના બકરાણા પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૬ થી ૮ નો આકર્ષક ‘બાળમેળો’ યોજાયો
અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત બકરાણા પ્રાથમિક શાળા ખાતે આજે ૦૮/૦૮/૨૦૨૬ના રોજ ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું
શાળાના પ્રાંગણમાં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે વિશેષ ‘બાળમેળા’ નું આયોજન કરવામાં આવ્યું હતુ
બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની સર્જનાત્મકતા, કૌશલ્યો અને આનંદનું પ્રદર્શન કર્યું હતું
શાળાના શિક્ષકો અને વહીવટી વહીવટકર્તાઓના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં ભારે ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો
સ્થાનિક ગ્રામજનો અને વાલીઓએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોના આ પ્રોત્સાહક આયોજનને બિરદાવ્યું હતું
રિપોર્ટર : ધરા પટેલ ,સાણંદ અમદાવાદ